જોઈ લે
જોઈ લે
એક શેર તને આપ્યો જોઈ લે,
વાંચીને દીલથી થોડું રોઈ લે,
તોડીને દિલ લાગે સાંધવા જેવું,
તો બેય હાથમાં દોરો ને સોઈ લે,
ખૂંચે જો વ્યથાની કરચ તને તો,
આંખોના જામથી દર્દને ધોઈ લે,
કરે કબૂલ જો પ્રેમ ફરીથી તો ચાલ,
હૈયું ધરું હું એમાં ખુદને તું ખોઈ લે,
જીવીએ કૈક એવું હવે મળીને કે,
આ જિંદગીનો સાર ઔર કોઈ લે.