મુક્ત જીવન
મુક્ત જીવન
બહાર નિરંતર સુખ ઝંખતું મન,
જેવું ભીતર ભણી ડોકાયું,
સુખ ને તો બસ અંતરમાં પામ્યું,
બહાર હવાતિયાં મારતા ચંચળ મનને,
જેવું સાચું સમીકરણ સમજાયું,
સમગ્ર જીવનનું ગણિત બદલાયું,
ક્યાંક થયેલી ભૂલની ક્ષમા માંગી લીધી,
તો ક્યાંક કોઈની ચૂક ને માફ કરી દીધી,
આ માફીની આપ-લેએ તો
બધી જ વ્યથા હણી લીધી,
રાગ-દ્વેષની બાદબાકી એ
જીવન યાત્રા ઉગારી લીધી,
પ્રેમના સરવાળા એ
મંઝિલ સંવારી લીધી,
જ્યાં આવ્યો ખોટી અપેક્ષાઓનો અંત,
બસ ત્યાંથી થયું 'મુક્ત જીવન' શરૂ !