ગરવો ગુજરાતી
ગરવો ગુજરાતી
છે કોઈ ની મજાલ, મને ટોકવાની ?
હા હું છું એક ગરવો ગુજરાતી.
ગર્વ છે મને મારી માતૃભાષા પર ને ગર્વ છે મને મારા ગુજરાત પર,
ગરબા નાં તાલે હરેક ગુજરાતીની કમર છે લચકાતી.
.....હા હું છું એક ગરવો ગુજરાતી.
ખાખરા, ફાફડા, ને ઢોકળાની સાથે,
ધંધાની સૂઝ બુઝ પણ અજમાતી.
......હા હું છું એક ગરવો ગુજરાતી.
મીઠી છે વાણી ને મીઠી છે વાનગી,
"ભલે પધાર્યા" નાં ટહુકાથી હરેક ગુજરાતણ અતિથિ ને આવકારતી.
......હા હું છું એક ગરવો ગુજરાતી.
