Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કેમ આપણે ભૂલી ગયા

કેમ આપણે ભૂલી ગયા

1 min
285


સંબંધોની સાંકળને કેમ આપણે ભૂલી ગયા ?

કેમ એકબીજાથી નાતો તોડી ગયા,

આપણી તો છે લોહીની સગાઈ,

આપણે કેમ ભાઈ ભાઈનો નાતો ભૂલી ગયા ?

આપણે તો એક જ માંના સંતાનો,

કેમ માંની મમતાને ભૂલી ગયા ?

એક જ ઘરમાં મોટા થયા,

એક જ થાળીમાં જમ્યા,

એક જ પથારીમાં રાત વિતાવી,

આ દિવસો આપણે કેમ ભૂલી ગયા ?

એક જ ચોકલેટના બે ભાગ કરતા આપણે,

આજે મિલકતના ભાગ કેમ પાડ્યા આપણે ?

મમતાના લહેકાને કેમ ભૂલી ગયા આપણે ?

આપણે તો એકબીજાનાં રક્ષક હતા,

આજે વાણી વિવેક ભૂલ્યા,

કેમ સંસ્કૃતિની સુવાસને આપણે ભૂલી ગયા ?

તારું એ મારું હતું,

મારું એ તારું હતું,

જે હતું એ આપણું સૌનું હતું,

દુઃખ હોય કે સુખ,

આપણું સહિયારું હતું,

પણ આજે મારું તારું કેમ ?

મર્યાદાની મંઝિલને કેમ આપણે ભૂલી ગયા ?

માનવતાના મૂલ્યને કેમ આપણે ભૂલી ગયા ?


Rate this content
Log in