થોડી વાર લાગે છે
થોડી વાર લાગે છે
સફળતા મળવામાં થોડી વાર લાગે છે,
ધીરજ ધરો થોડી ,
ભાગ્યનો દરવાજો
ખૂલવામાં થોડી વાર લાગે છે,
વિખરાયેલા પડ્યા છે,
આ સપનાઓના બીજ,
એને સમેટવામાં થોડી વાર લાગે છે,
પળે પળે ઊભી થાય છે,
મુશ્કેલીઓ અહી,
બસ મંઝિલ શોધવામાં,
થોડી વાર લાગે છે,
પડ્યા છે ડગર પર કાંટા પથરા ને ઝાંખરા,
એને ખસેડવામાં,
થોડી વાર લાગે છે,
સમય છે,
આ રાત્રિનો,
દિવસ થતાં થોડી વાર લાગે છે,
ઊગે શ્રદ્ધા હૃદયે તો ઈશ્વર મળે,
પણ ભ્રમને ભાંગતા ,
થોડી વાર લાગે છે,
ઊઠે કદમ તો રસ્તો નીકળે,
પણ મંઝિલ પહોંચવામાં ,
થોડી વાર લાગે છે,
કોયડા જેવું છે જીવન,
એનો ઉકેલ મળતા,
થોડી વાર લાગે છે,
વઢાઈ ગયું હતું,
સપનાનું વૃક્ષ,
પણ આસ્થાનું મૂળ મજબૂત હતું,
આ વૃક્ષને કૂંપળ ફૂટતાં,
થોડી વાર લાગે છે.
