STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

છેલ્લા શ્વાસ સુધી

છેલ્લા શ્વાસ સુધી

1 min
255

આ શ્વાસ દગો દે

એ પહેલા તું જીવી લે

ધરતી પરના ઈશ્વરના

આ સ્વર્ગને માણી લે


મારું તારું ના ભેદ ભૂલી

એક મેકમાં ભળી લે

સાચા અર્થમાં માનવ બની તું જીવી લે


જિંદગી છે આ શ્વાસોનો ખેલ

ઘડી બે ઘડીમાં ખતમ થઈ જશે

સંબંધો મીઠા મધુર બનાવી લે


દુનિયામાં તારી યાદોનું ઝરણું વહાવી દે.

દરેક સપના ઓ ક્યાં પૂર્ણ થાય છે અહી

બસ ઈચ્છાઓનાં આભમાં પંખી બની થોડું ગાઈ લે


સમયનું ચક્ર કદી થોભશે નહિ

બસ યાદોનું નાણું ભેગુ કરી લે

બસ મીઠા સંસ્મરણોનો ખજાનો ભેગો કરી લે


બસ મળી છે બે ચાર પળ તો જીવી લે

છેલ્લા શ્વાસ સુધી તું જિંદગીની લડાઈ લડી લે

આ શ્વાસ દગો દે એ પહેલા તું જીવી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational