STORYMIRROR

Geeta Trivedi

Inspirational

4  

Geeta Trivedi

Inspirational

સ્વીકાર

સ્વીકાર

1 min
27.8K


ના બનું સીતા કે દ્રૌપદી,

સાનિયા કે સુનિતાને ચીલે નથી ચાલવું.

કલ્પનાની પાંખે નથી ઊડવું,

નક્કર ધરતી પર હવે વિહરવું.

બનવું નથી હવે સતી કે દેવી,

રહેવું ના મનસ્વી કે બિચારી.

સમોવડી બનવાની નથી ઈચ્છા,

શ્રેષ્ઠ બનવાની ના તાલાવેલી.

આત્મસન્માનના પ્રકાશ પૂંજે,

પુત્રી જન્મનું ગૌરવ લઈ જોઈએ ફકત મારે તો.

ખુદ મારા અસ્તિત્વનો સ્વીકાર.


Rate this content
Log in

More gujarati poem from Geeta Trivedi

Similar gujarati poem from Inspirational