તું મળી જાય
તું મળી જાય
તું મળી જાય
મહેફિલમાં જો નજર મળી જાય,
તો બધુ સમજાય જાય.
ખામોશી જ્યારે કાઈ બોલી જાય,
તો બધુ સમજાય જાય.
જિંદગીની રાહ પર જો તું મળી જાય,
પ્રવાસ સરળ બની જાય.
જિંદગીમાં એક નવો વળાંક આવી જાય,
જીવવાનો એક મકસદ મળી જાય.
અધૂરી આ જિંદગીને મંઝિલ મળી જાય,
ખાલી આ દિલમાં સ્થાન તને મળી જાય.
મૃદુલ મનની મુરાદ પૂરી થઈ જાય,
પછી ભલે આ દુનિયા ભૂલાઈ જાય.
