તને પ્રેમ
તને પ્રેમ


રત્ન શુ છે ?
તારી આંખો
શ્રેષ્ઠ શુ છે ?
તારો ચહેરો
ખુશ્બુ શુ છે ?
તારા શ્વાસો
ખુશી શુ છે ?
તારું હોવું
ગમ શુ છે ?
તારી જુદાઈ
ચોમાસું શુ છે ?
તારા આંસુ
શિયાળો શુ છે ?
તારી ઉદાસી
ઉનાળો શુ છે ?
તારો ગુસ્સો
મોસમ શુ છે ?
તારું હસવું
મીઠું શુ છે ?
તારી વાતો
કડવું શુ છે ?
મારી વાતો
શુ વાંચવું છે ?
તારા શબ્દો
શુ સાંભળવું છે ?
તાર
ી ગઝલો
શુ ખ્વાઈશ છે ?
તારો મારો એકાકાર
જખ્મોની ખ્વાઈશ ?
તારો સ્પર્શ
દુનિયા શુ છે ?
એક જંગલ
તો તું શું છે ?
સૂકું ઝાડ સમજી લો
તો હું શું છે ?
લીલોતરી ઝંખતો મુસાફર
શુ વિચાર્યું છે ?
તને જ પ્રેમ
શુ કરે છે ?
તને જ પ્રેમ
મતલબ શુ છે ?
તને જ પ્રેમ
એના સિવાય ?
તને જ પ્રેમ
આ ક્ષણે ?
તને જ પ્રેમ
છેલ્લી ક્ષણે ?
તને જ પ્રેમ
તને જ પ્રેમ
તને જ પ્રેમ.