કારણ નથી
કારણ નથી


આ તમામ દર્દનું વિમોચન કયાં કરું,
આ દર્દ, દીવાનગીની કોઈ દવા નથી શું ?
સાચવેલા પત્રમાં સ્પર્શ જૂના નીકળ્યા,
ઊના કાગળમાં આ યાદ છલકાતી નથી શું ?
જો થઈ જશે લગાવ ફરી તો સ્વભાવ થઈ જઈશ,
સ્પંદન મળ્યા બે ઘડી, એ ક્ષણ હથેળીમાં ઇતિહાસ નથી શું ?
ડૂબી જશો જો આંખમાં તો બચી શકશો નહિ,
રોઈ ને રણ છે ભર્યા, આ હૈયાની ભીનાશ નથી શું ?
દિલ જવા તો દીધું કોઈના હાથમાં,
એ પણ મને હવે ગમે છે, તને ખબર નથી શું ?
ભાવે છે મને ભાર કોઈ કારણ વગર
કારણ નહિ આપું, કે કાવ્યનું આ શીર્ષક નથી શું ?