સંગાથ
સંગાથ


કોઈનાથી અહી રડાયું હશે,
કોરી સવારે ઝાકળ ઢોળાયું હશે,
આ છે ઝાંઝવાનું જળ એથી છલ જશે,
આંખોમાં સમાઈ થોડું સળવળ્યું હશે,
આત્મસાત કરી, હર એક ક્ષણો હશે,
ઝાકળ સમી લાગણીઓ છલકાઈ હશે,
મૂકી પ્રેમની પ્રસ્તાવના, ને હકીકત બયાં થશે,
બધિર જગતમાં, મૌનના પડઘા પડ્યા હશે,
દોડીને આવી રહી છે હવાઓ, વાદળો કોરા હશે,
વાદળોમાં ભર્યો પ્રશ્નવેદ, અષાઢી રાતની અમાસ હશે,
ખુદ ને જલાવી દો કે દુનિયા રોશન હવે થશે,
થોડું થોડું જીવી, થોડું થોડું વિસર્જન થશે..
હવે હાથમાં હાથ એ "સાગર",
એ પણ મારો જ હશે,
નિર્ગુણ, નિરાકાર એ રીતે ખુદાનો સંગાથ હશે.