યાદ
યાદ
કેટલો આનંદ છે આ જૂની યાદમાં,
સરોવર શા મૃદુલ હું ને સ્વયંમ બેઠા,
જળાશયમાં તરે ઉંબર,
સ્વપ્નમાં સરોવર નિહાળી અમો બેઠા,
હથેળી ચિત્રાયા પાણી તળાવના,
હથેળીમાં તરસાયા રણ લઈ ને બેઠા,
સાવ સીધી સરળ વાત ને,
કારસો લઈ ખુદ ને વાંચવા બેઠા,
ચહેરા સુધી પહોંચવું શાયદ બની શકે,
ઊંડાણ આંખોની અમે લઈ ને બેઠા,
છાંયડે બેસી ઢળતા સૂર્યની લિજ્જત માણીયે,
માથે સૂરજ લઈ ને, સાંજ બપોર બેઠા,
સાવ કડવી વખ જેવી ઉદાસી ને વાગોળતા વાગોળતા,
જૂની મીઠી યાદના ડબ્બા ખોલી બેઠા, જૂની મીઠી યાદના ડબ્બા ખોલી બેઠા,
સાવ સુરસુરિયા જેવું અસ્તિત્વ લઈ ફરતા રહો,
નજર ના લાગે, લીલું તોરણ લઈ ને બેઠા,
ગઝલને પ્રતાપે કહે "સાગર"
ગઝલ મા અમારું મૌન લઈ ને અમે બેઠા.