ઈબાદત
ઈબાદત


સમય છે શ્વાસનો અજગર,
તડપતા હોઠ વચ્ચે પ્યાસ લઈને ઉભો છું,
મૂકી બધા વર્ષો અહી સુધી પહોંચ્યા,
નવેસરથી નવો વિશ્વાસ લઈને ઉભો છું,
મન ના દ્વાર ખુલ્લાં છે કોઈ કારણ વગર,
આંખમાં નવો અવકાશ લઈને ઉભો છું,
તમે સામે જોયું ને જગત આખું અલગ લાગ્યું,
સ્પર્શ્યા વગર ની લાગણી, દર્દ,મોહબ્બત લઈને ઉભો છું,
હૃદય ની વાત કરવાનો એક મોકો તો દેજો,
આંખોમા પ્રણયનો સંવાદ લઈને ઉભો છું,
તું ના હોય તો કોઈ વાતે મજા ના આવે,
સાવ એક કોરી મુલાકાત લઈને ઉભો છું,
તું જાતેજ મારી દે ખંજર પીઠે,
એકજ સિતમ, એક અપવાદ લઈને ઉભો છું,
કોઈ એ રીતે મોહબ્બતનો વિજય થઈ જાય એ "સાગર",
ઈબાદતગાહમા મોહબ્બત નો ખુદા લઈને ઉભો છું.