STORYMIRROR

Bijal Jagad

Drama

3  

Bijal Jagad

Drama

હોય જો શક્ય

હોય જો શક્ય

1 min
377

હોય જો શક્ય તો સ્વપ્નમાં મળજો મને,

આમ તો વળી કયાં ફુરસદની પળો મળે છે,


ટાંકા લય ટુણી લ્યો કોઈ પડદા પાપણનાં,

ખુલી આંખે કયાં સોણા સાજન મળે છે,


આંખોમાં જીવન સપના અને હૃદયમાં ભાર,

કેટલા કેટલા સ્વાદ જીવનના ચાખવા મળે છે,


લાગણીના ના બી વાવવા, કેટલી યાદોના સિક્કા સંઘર્યા,

ઓચિંતું આંખેથી ટપક્યું બિંદુ, ખંજનને મળે છે.


આંખોમાં અમો તળાવ લઈ બેઠા,

કંઇક મુરાદો અચાનક આંખોમાં બાજીને મળે છે,


પાનખરી વસંતની લાગણીમાં સ્વજનનો દીદાર,

મારી ભીતર વસ્તી મોસમના સમ, એક મનડું કચોટાયું, ધાતવગુ મળે છે..


હોય જો શક્ય તો સ્વપ્નમાં મળજો મને

આમ તો વળી કયાં ફુરસદની પળો મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama