દુઆ
દુઆ
રાખે મને એક લાગણી અમીર જેમ,
દિલમાં મારા લાગણી જ્યારે વાવી હતી,
આવી, ઝરૂખે ઝુલ્ફની છાલક કરી શરૂ,
પ્રેમ પાંગરવની શક્યતા જણાવી હતી,
એમ ઉભો એની સામે કે જેમ,
બે અજાણી વ્યક્તિએ દિલની,
તિજોરી ઉઘાડી હતી,
મારા શબ્દો વર્ણી નહિ શક્યા હોત,
તને અડકીને અડ્યો મને કે,
પાનખરમાં વસંત ઉગી આવી હતી,
વગર કારણ ના આંખ હોય ઉની,
આ દિલમાં કોઈ અંગાર,
કોઈ ચિનગારી અલગારી હતી,
મારી પ્રેમની સાબિતી શું આપુ તેને,
છલોછલ આંખોમાં,
શ્રાવણી હેલી છલકાતી હતી.
હદ ચાહવાની આથી વધુ બીજું શું હશે "સાગર"
મુહોબ્બતની પ્રતીક્ષામાં, ફરે આંખ ચોગરદમ,
હુ ફૂલને તું શબનમ,
ફૂલોમાં જગ્યા ફક્ત મારી હતી.