STORYMIRROR

Ragini Shukal

Romance

3  

Ragini Shukal

Romance

પ્રેમ ચુંબકીય છે

પ્રેમ ચુંબકીય છે

1 min
198

પ્રેમ, વ્હાલ, આકર્ષણ બધું જ એકસાથે

પ્રેમનો પ્રવાહ જાણે ચુંબકીય જવો

ખુલ્લી આંખે મળવાનો વાયદો

સમયનો વહેતો વાયરો


લાગણીઓનું સ્પંદન

ચુંબકીય તમન્નાઓ જાણે બેલી ડાંસ કરે

કુરબાન થાઉંને જીવન સાર્થક કર્યું

ભવે ભવ ભેગાં થવાની


અનેરો આનંદ

શ્વાસમાં ઉશ્છવાસ વહે એવો પ્રેમનો પ્રવાહ

બાદબાકી તારી હોય તો પણ, મને તારાં સ્પર્શનો અહેસાસ થાય

સવારે ચુંબન કરે શબ્દો મને


સતત હ્રદય મહીં વ્હેતું નિર્મળ જળ

પ્રેમનો પ્રવાહ હું ને તું મટી આપણે બનીએ

હ્રદયને નજરથી હ્રદય ઊંડાણ ઉતરું

આપણાં સપનાઓને એક સુતરના તાંતણે બાંધીએ 


એક થવા હવે તો

માત્ર ને માત્ર શાશ્વત પ્રેમ કલાત્મક ઊર્મિઓનું આવરણ

મૌન તરંગોને આત્મસમર્પણ નવ પલ્લવિત થતી આપણી ઉર્મિઓ જાણે


ખોવાડી દે અમૃત સમું

શ્રૃંગાર રસમાં

છબછબિયાં મારવાં


Rate this content
Log in

Similar gujarati poem from Romance