વીજળી
વીજળી
પ્રકૃતિની લીલાં કેવી અજબ ગજબની...!
રૂડી ધરાબેને લીલાં વર્ણની ચુંદડી ઓઢી..!
કરે મેઘરાજ મહેરને કિસ્મતના તાળાં ખુલે..!
જગતનો તાત પણ ઝૂમી ઊઠે..!
નદી નાળા સરોવર છલકાયને
પશુ પંખીડાને માનવ મસ્ત બનીને નાચે ઊઠે..!
કાળાં કાળાં ગોરંભાયેલા વાદળાને
એમાં ઝબૂકતી વીજળી બેન..!
ગાજે વાદળને ગરજે એવાં
મનમોહક જાણે..!
મોર બની થનગાટ કરે મનડું, દલડું
લાગે મને રળિયામણી રાતલડી..!
થઈ જાય વારંવાર ચકતી વીજળીને
ડર ઉમેરો કરે..!
અંધારી રાતલડી બિહામણી બને..!
તોફાને ચઢીને ડુંગરે નાચે..!
કુદરત વ્યસ્તને માનવનું હૈયું ત્રસ્ત ..!
ચોમાસાની અલગ-અલભ્ય અનુભૂતિ..!
વીજળીબેનનું અચાનક આવવું ને,
ગગનમાં માંહે ચમકવું...!
તો પણ ન્યારું લાગે મને..!
વીજળી બેનનું ચમકવું..!