શહીદ
શહીદ
જુઓ, કેવો ગરવો દિવસ બન્યો એ પરિવારમાં,
આવ્યો તિરંગે લપેટાયને જુવાન સૈનિક તાબુતમાં,
રેલાયું છે સિંદૂર આજે સાથોસાથ કોઈની માંગમાં,
આંસુ નથી, બસ અભિમાન છે તોય એની આંખમાં,
શહીદ થયો છે ઘરનો એક માત્ર આધાર પળવારમાં,
દેખી દીકરો પિતાને આમ, ન્યોછાવર દેશની શાનમાં,
'મા મારે પણ લપેટાવું છે, આમ જ તિરંગાની મોજમાં',
મા કહે, 'તો, તો બેટા, જાવું પડે તારે દેશ તણી ફોજમાં,
બની વીર સપૂત, દુશ્મનોના ઢીમ ઢાળજે તું પળવારમાં,
માભોમની રક્ષા કાજે, બલિદાન દેજે તિરંગાની શાનમાં.
