લેખનવાર
લેખનવાર
આવો સહુ સાથે મળી, કરીએ નવો વિચાર
અઠવાડિયામાં એક દિવસ, આવે છે રવિવાર.
નાના મોટા સહુનો પ્રિય, આ છે એક જ વાર,
નોકરિયાતો માટે જાણે, વરદાન સમો રવિવાર.
સાતે દિવસનાં કામમાં, મળે ન સમય પળવાર,
કાગડોળે જુએ સૌ કોઈ, ક્યારે આવે રવિવાર.
મળે જો કવિ કે લેખક, પૂછજો એને ક્ષણવાર,
તુ ક્યાંથી શોધી લાવે છે, સાતે દિવસ રવિવાર.
અમે રહ્યાં સાહિત્યપ્રેમી, રોજ અમારે તહેવાર,
સાથે મળી ઉજવીએ, લેખનવાર એ જ રવિવાર.
