STORYMIRROR

Dr. Pushpak Goswami

Inspirational Others

4  

Dr. Pushpak Goswami

Inspirational Others

ક્યાંથી લાવું

ક્યાંથી લાવું

1 min
333

પડે જ્યાં પ્રતિબિંબ લાગણીઓનું, એવું દર્પણ ક્યાંથી લાવું,

વણમાગ્યે જ કરી શકું તુજને, એવું તર્પણ ક્યાંથી લાવું,


હોય સમીપ તો વ્હાલ કરું હું, દૂરથી આલિંગન કેમ આપું,

આંખ મિંચુને પ્રત્યક્ષ દેખાય તું, એવું રસાયણ ક્યાંથી લાવું,


નથી રહેવાતું મુજને હવે આ, યાદો તણાં સ્વપ્ન મહેલમાં,

તું જ કહે જે લઈ આવે તને, એવું વળગણ ક્યાંથી લાવું,


રોજ તૂટીને સંધાય છે જગમાં, સંબંધો ફકત સ્વાર્થ તણાં,

કહ્યાં વિના પણ સમજી જાય, એવું સગપણ ક્યાંથી લાવું,


પાંપણો પણ ઝૂકી ગઈ હવે, આભ તૂટયાં તણો ભાર લઈ,

મુખોટાની આરપાર જોઈ શકું, એવું આવરણ ક્યાંથી લાવું,


સપનાં વિનાની રાતો દીઠી, ને ચાંદની સંગ કર્યા ઉજાગરા મેં,

તું જ કહે હવે નિષ્પક્ષ રહે જે, એવું જાગરણ ક્યાંથી લાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational