STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

તરબોળ થઈ લાગણીથી

તરબોળ થઈ લાગણીથી

1 min
284

લઈ લે હાથમાં હાથ અને ભીંજાવ આંગળી હેતથી,

વાદળો વહાવે વર્ષાને ભલે અદેખાઈ કે વેરથી,


કેશની ખુશ્બુ આજે બહેતર લાગે માટીની મહેકથી,

ગુલાબી ગાલ ઉજળા આજે વીજની પણ ચમકથી,


જોઈ આપણું મિલન આ વર્ષા જો હરખાઈ શરમથી,

કહે એ આજે વાદળને કે ગાજ ધીમે અને પ્રેમથી,


તારા માથા પર રેલાતી બુંદધારા પણ વહે છે અદાથી,

લલાટ વચ્ચે એ મારગ કરતી આકર્ષણ વહેણથી,


જીવતરમાં બસ રહી આ એક માગણી છેક મોત સુધી,

કે રંગાઈ જાવ તારા પ્રેમમાં તરબોળ થઈ લાગણીથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational