ચાલો કરીએ વાર્તા
ચાલો કરીએ વાર્તા
મૂકો તમે તારા મારાની વાર્તા,
ચાલો કરીએ પ્રેમની વાર્તા,
મૂકો તમે અંધારની વાર્તા,
ચાલો સાથે મળીને કરીએ ઉજાસની વાર્તા,
મૂકો તમે પાનખરની વાર્તા,
ચાલો મળી કરીએ ગુલઝારની રચના,
મૂકો તમે અંગારની વાર્તા,
ચાલો ભેગા મળી કરીએ શણગારની વાર્તા,
મૂકો તમે આંસુઓની વાર્તા,
ચાલો ભેગા મળી કરીએ મુસ્કાનની વાર્તા,
મૂકો તમે કિસ્મતની વાર્તા,
ચાલો ભેગા મળી કરીએ પરિશ્રમની વાર્તા,
મૂકો તમે નાસ્તિકોની વાર્તા,
ચાલો ભેગા મળી કરીએ ઈશ્વરની આસ્થાની વાર્તા.
