મા બાપ
મા બાપ
જેણે કદર ના જાણી, મા કે બાપની,
તેણે દુનિયા રચાવી, છે સંતાપની.
જેણે આપ્યું આ જીવન,
આપ્યાં તન અને મન,
જેને કદર નથી એનાં સંગાથની,
તેણે દુનિયા રચાવી છે સંતાપની.
નવ સુણતાં એની વાત,
કરતાં શબ્દો કેરાં ઘાત,
જેને કદર નથી એના વિલાપની,
તેણે દુનિયા રચાવી, છે સંતાપની.
તારાં શમણાં પૂર્તી કાજે,
નિજનાં શમણાં રોળી દેતાં,
જેને કદર નથી એના સંતાપની.
તેણે દુનિયા રચાવી, છે સંતાપની.
ભાતું અનુભવોનું દેતાં,
તારી ભૂલો હસતાં સહેતા,
જેને કદર નથી એના પ્રતાપની,
તેણે દુનિયા રચાવી,છે સંતાપની.
એની છાયામાં સૌ સુખ છે,
નંદી બાકી સઘળે દુઃખ છે,
નંદી કદર ના મોંઘેરી મિરાતની,
તેણે દુનિયા રચાવી, છે સંતાપની.
