જીવનનાં મઝધારે
જીવનનાં મઝધારે
ઊભાં છે સૌ આજે જીવનનાં મઝધારે,
ઝઝૂમી રહ્યાં છે સૌ જીવનનાં મઝધારે,
ઉપર આભ અટારી ને નીચે જલ પ્રલય,
ચિંતામાં જનલોક ડૂબે જીવનનાં મઝધારે,
મન આપણું ઈચ્છતું શું ને કરીએ છે શું,
સમય કરે મારામારી જીવનનાં મઝધારે,
સુખની વ્યાખ્યા બદલાઈ છે આજે સૌની,
સત્તા માટે સહુ ઝઝૂમે જીવનનાં મઝધારે,
કંઈક પામવાની દોડમાં ઘણું ભૂલતાં ગયાં,
સ્વાભિમાન ભૂલાયું છે જીવનનાં મઝધારે,
સુખનો કિનારો મળશે કે કોઈ મને કહોને,
ખરાં અર્થમાં ઝઝૂમીશ જીવનનાં મઝધારે.
