STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

મઝધારે

મઝધારે

1 min
291

લાંગરવા જઈ હતી નાવ મારી કિનારે,

કિસ્મતનાં ચોકઠે ઉથલી પડી મઝધારે,


તરતી અડગ મસમોટા તોફાનો સામે,

તણખલાની ટક્કરથી ડૂબી મઝધારે,


ઉછળતા ભેંકાર મોજા તોય સદા નીડર,

કેમ શાંત પાણીમાં અટકી મઝધારે ?


ના કોઈ ભાર બસ હળવો અશબાબ,

ખાલી હોવા છતાંય પલટી મઝધારે,


ભરતી કે ઓટની કોઈ ગુંજાઇશ ના કદી,

પૂનમની ભરપૂર ચાંદનીએ બટકી મઝધારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational