STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

કેવી આ લાગણી નહીં !

કેવી આ લાગણી નહીં !

1 min
230

પડતી આખડતી ને વળી ઊભી થાતી,

કેવી મજબૂત નહીં આ લાગણી !  

તૂટતી ભાંગતી તોય વળી સંધાતી, 

કેવી નિષ્ઠુર આ લાગણી નહીં !


ક્યાંક ઊભરાતી ક્યાંક તડપતી, 

ને વળી ક્યાંક ખાબકતી,

વજૂદ ખુદનું તલાસતી ફરતી,

કેવી અભાગણી આ લાગણી નહીં !


અંતરનાં તિમિરને હરવા પોતે,

પ્રકાશ સૂર્યતણો ઉછીનો માંગતી,

ખુદને ઉજાળવા આમતેમ ગોથા ખાતી, 

કેવી પોંખાતી આ લાગણી નહીં !


હૃદયનાં ઊંડાણમાં કેદ કર્યા છે,

એણે વેદનાંઓનાં મસમોટા જાળા,

લાખો વાર મરીને જીવતીય થાતી,

કેવી ભટકતી આ લાગણી નહીં !


કોઈ નિરાધારનો ટેકો બનતી,

ભૂલી વિસરી જાત એ ખુદની,

આધાર વગરનો આભ બનીને,

કેવી વ્હાલ વરસાવતી આ લાગણી નહીં !


નિષ્ઠુર હૃદયમાં પણ પ્રાણ પૂરતી,

લાગણીઓનાં વ્હેણ ઉભારતી,

છતાં ક્યારેક સૂકાઈને ફરી ભીંજાતી,

કેવી વારંવાર જન્મતી આ લાગણી નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational