STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સમજૂતી

સમજૂતી

1 min
0

સમજૂતીથી ચાલીએ તો ઝઘડા ઓછા થાય,
હૃદયથી હૃદય જોડીએ તો અંતર ઓછા થાય.

કડવી વાણી બોલીએ તો સંબંધોમાં પડે તિરાડ,
થોડી મીઠાશ ઉમેરીએ તો ફાસલા ઓછા થાય.

અહંકારના ભારથી હવે સંબંધો પડે છે નબળા,
થોડા નમી જઈએ તો તણાવ સાવ ઓછા થાય.

સમજૂતીમાં જ રહેલી છે મનની શાંતિની ચાવી, એકબીજાને જો સમજીએ તો પ્રશ્નો ઓછા થાય.

 ભૂલો તો સોની થાય છે, કોઈ કુશળ નથી અહીં,
 એ જ સ્વીકાર કરીએ તો ફરિયાદો ઓછા થાય.

રાઈનો પર્વત કરવાથી તો કંઈ જ મળવાનું નથી, તે ગંભીરતાથી ન લઈએ તો વિવાદો ઓછા થાય.

સમજૂતી એ જ સ્નેહની સાચી ભાષા છે "મુરલી",
એને અપનાવીએ તો જીવનમાં દુઃખ ઓછા થાય.

રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational