રાધા બની જા
રાધા બની જા


હું તુજ પર નજર નાખું , તુ તારી નજર મેળવી જા,
હું તારી તસ્વીર બનું, તુ નયનનો આયનો બની જા.
હું ઘડકન સંભળાવું, તુ ધડકનનો તાલ મેળવી જા,
હું તારો શ્ચાસ બનું, તુ શ્ચાસોની સરગમ બની જા.
હું કલમ હાથમાં પકડું, તુ મધુર શબ્દો સરકાવી જા,
હું તારી ગઝલ લખું, તુ મારી ગઝલનો શેર બની જા.
હું શ્યામ વાદળ બનું, તુ ચમકતી વીજળી બની જા,
હું મલ્હાર બનીને વરસુ, તુ પ્રેમની સરિતા બની જા.
હું "મુરલી" માં રાગ છેડું, તુ પ્રેમનો આલાપ બની જા,
હુ શ્યામ બનીને આવુ, તુ નૃત્ય કરતી રાધા બની જા.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)