STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

ભવ ભવના ફેરા

ભવ ભવના ફેરા

1 min
182


મારે નજર મેળવવી છે, તારી સાથે જ મેળવવી છે,

નજર મેળવીને મારે નજરના જામ છલકાવવા છે.


મારે મુલાકાત કરવી છે, તારી સાથે જ કરવી છે,

મુલાકાત કરીને મારે તારૂં મધુર મિલન માણવું છે.


મારે હ્રદય મેળવવું છે, તારી સાથે જ મેળવવું છે,

હ્રદયનો તાલ મેળવીને મારે હ્રદયમાં વસાવવી છે.


મારે પ્રેમનું ગીત ગાવું છે, તારી સાથે જ ગાવું છે,

તારૂં પ્રેમ ગીત ગાઈને મારે મસ્ત બની મ્હાલવું છે.


"મુરલી" ને મન મેળવવું છે, તારી સાથે જ મેળવવું છે,

જો મન મળી જાય તો મારે ભવ ભવના ફેરા ફરવા છે.


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ) 


Rate this content
Log in

Similar gujarati poem from Drama