લાલ ગુલાબ
લાલ ગુલાબ
સંધ્યા અતિ રમણીય ખીલી રહી છે,
પ્રેમી યુગલ રોમાંચિત બની રહ્યા છે,
મહેંકતા લાલ ગુલાબના ફૂલો જોઈને,
પ્રેમમાં તરબતર બની ઝૂમી રહ્યાં છે.
કોઈ પ્રેમિકાને મળવા તડપી રહ્યો છે,
ઉદ્યાનમાં તે ચારે તરફ શોધી રહ્યો છે,
લાલ ગુલાબનું ફૂલ હાથમાં પકડીને,
પ્રિયતમાને પ્રેમથી સાદ કરી રહ્યો છે.
પ્રિયતમા પ્રિયતમ પાસે આવી રહી છે,
પ્રિયતમ લાલ ગુલાબ આપી રહ્યો છે,
પ્રિયતમા લાલ ગુલાબ હાથમાં લઈને,
તેના પ્રેમનો સ્વીકાર પ્રેમથી કરી રહી છે.
પ્રિયતમા મધુર સ્મિત ફરકાવી રહી છે,
લાલ ગુલાબને કેશમાં લગાવી રહી છે,
લાલ ગુલાબની મહેંકમાં મદહોંશ બનીને,
"મુરલી" ને આલિંગન આપી રહી છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)