હું તૈયાર છું
હું તૈયાર છું
તારી નજરને મારા પરથી કદી હટાવતી નહીં,
તારી નજરથી ઘાયલ બની જવા હું તૈયાર છું.
તારી લહેરાઈ રહેલી ઝૂલ્ફોને કદી બાંધતી નહીં,
તેને નિરખ્યા બાદ લહેરાવા માટે હું તૈયાર છું
તારા મધુર શબ્દોના વહેણને કદી રોકતી નહીં,
તેને સાંભળીને તારી ગઝલ લખવા હું તૈયાર છું.
તારો મોહક ચહેરો નકાબથી કદી છૂપાવતી નહીં,
તેને નિહાળ્યા બાદ મોહમાં વશ થવા હું તૈયાર છું
તારા કોમળ હ્રદયના દ્વાર કદી બંધ રાખતી નહીં,
"મુરલી" તારા હ્રદયમાં સમાઈ જવા હું તૈયાર છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

