શરદની રજની
શરદની રજની
મધુર શરદની રજની આવી,
મેધ મલ્હારનો વિરામ લાવી,
શ્ચેત વસ્ત્રોમાં શણગાર સજીને,
વાલમ મુજને મળવા આવી.
ઝાંકળની જેવી ચમકતી બિંદી,
તેના લલાટમાં લગાડીને આવી,
શ્ચેત ફુલોની વેણી કેશમાં બાંધીને,
વાલમ મુજને મળવા આવી.
અધરોથી મધુર સ્મિત ફરકાવતી,
પાંપણોથી ઈશારા કરતી આવી,
ઝનનનન ઝાંઝરનો ઝણકાર કરીને,
વાલમ મુજને મળવા આવી.
તા થેઈ તત થેઈ નૃત્ય કરતી કરતી,
અમૃત વરસાવતી ચન્દ્રિકા આવી,
"મુરલી"ની પ્રેમધુનમાં મદહોંશ બનીને,
વાલમ મુજને મળવા આવી.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)