મોહિની
મોહિની
તે ઉગતો સૂરજ મને ખૂબજ સુંદર લાગે છે,
જ્યારે તારો સુંદર ચહેરો રોજ જોવા મળે છે.
તે ગ્રીષ્મનો તાપ મને ખૂબજ સુંદર લાગે છે,
જ્યારે તારા કેશનો છાંયો મને માંણવા મળે છે.
તે ખીલેલી સાંજ મને ખૂબજ સુંદર લાગે છે,
જ્યારે તારી લટકાળી ચાલ મને જોવા મળે છે.
તે મધુર રાત મને ખૂબજ સુંદર લાગે છે,
જ્યારે મારા હ્રદયની વાત તને કહેવા મળે છે.
તે પૂનમનો ચંદ્ર મને ખૂબજ સુંદર લાગે છે.
જયારે તારૂં સ્મિત મને ચંદ્રમાં જોવા મળે છે.
"મુરલી" હરપળ મને ખૂબજ સુંદર લાગે છે,
જ્યારે તને હ્રદયમાં સમાવવાની મને તક મળે છે.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

