કઠપૂતળી
કઠપૂતળી
હજારો ચહેરાઓની વચ્ચે મને તેનો ચહેરો ગમી ગયો,
નજર થી નજર મળી જતા હું તેના નયનોમાં વસી ગયો.
સમીપ આવીને તે બેઠી તો હું તેની ધડકન સાંભળી ગયો,
તેના હ્રદયમાં નજર નાખી તો હું મારી તસ્વીર જોઈ ગયો.
થોડી પળોમાં તે ચાલી જતાં હું તેને જોતો જ રહી ગયો,
તેના સુંદર ચહેરો મને તેના જાદુઈ મોહમાં વશ કરી ગયો.
રાત્રે તેના વિચારો આવતા તેના સ્વપ્નોમાં હું ખોવાઈ ગયો.
તેના શ્ચાસોની સરગમ સાંભળતાં હું નિંદ્રામાંથી જાગી ગયો.
સ્વપ્ન મારૂં હકિકત બન્યું અને હું તેના હ્રદયમાં સમાઈ ગયો.
"મુરલી" તેની મોહજાળમાં ફસાઈને હું કઠપૂતળી બની ગયો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)