રોમ રોમમાં
રોમ રોમમાં
મારા નયનોના આયનામાં,
તસ્વીર તેની વસેલી હતી,
હું તેને મિટાવવા ઈચ્છતો હતો પણ,
તે હરપળ મને નજર આવતી હતી.
મારા અતિ કોમળ હ્રદયમાં,
ધડકન તેની સંભળાતી હતી,
હું તેને અટકાવવા ઈચ્છતો હતો પણ,
તે પ્રેમનો તાલ મેળવ્યા કરતી હતી.
મારા શ્ચાસોની લહેરોમાં,
સરગમ તેની વહેતી હતી,
હું તેને રોકવા ઈચ્છતો હતો પણ,
તે સૂરીલાપણું કદી મુકતી ન હતી.
મારા તન અને મનની અંદર,
સમિરની જેમ શોર કરતી હતી,
"મુરલી" તેને ભૂલવા ઈચ્તો હતો પણ,
તે રોમ રોમમાં હમેશા લહેરાતી હતી.
રચના :-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

