મારી ઓળખાણ
મારી ઓળખાણ
નથી હું અજાણ્યો,
નથી હું કોઈ પરાયો,
જરા મુખ ફેરવીને પાછળ, તું મુજને જોઈલે,
હું છું તારા પ્રેમનો હરપળ ચાલતો પડછાયો.
નથી હું પત્થર દિલનો,
નથી હું લાગણી વિનાનો,
જરા મારા હૃદય ઉપર, કાન રાખી સાંભળીલે,
હું છું તારા પ્રેમમાં ધડકનનો તાલ મેળવનારો.
નથી હું નયન વિનાનો,
નથી હું દૃષ્ટિ વિનાનો,
મારી નજર સાથે નજર, તું મેળવીને નિરખીલે,
હું છું તારા નયનના આયનામાં હમેશા વસનારો.
નથી હું રમત કરનારો,
નથી હું દગો કરનારો,
મારી "મુરલી"ની ધૂન સાંભળીને, તું નૃત્ય કરીલે,
હું છું હમેશા પ્રેમરાગમાં તુજને મગ્ન બનાવનારો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)