ગઝલ ગાયા કરૂં છુ
ગઝલ ગાયા કરૂં છુ
તારા નયનના આયનામાં તસ્વીર મારી જ છે,
તે જેમ મને કહે છે તે હું મારી કલમથી લખું છું.
તારા અધરોમાંથી સરકતા શબ્દો મારા જ છે,
તે જેમ વહે છે તેમ હું ગઝલની રચના કરૂં છું.
તારા કોમળ દિલમાં હમેશા ધડકન મારી જ છે,
તે જેમ કહે છે તેમ હું ગઝલનો તાલ મેળવું છું.
તારા વહેતા શ્ચાસમાં પ્રેમની સરગમ મારી જ છે,
તે જેમ રેલાય છે તેમ હું ગઝલનું સ્વરાંકન કરૂં છું.
તારા રોમે રોમમાં લહેરાતો પ્રેમનો રાગ મારો છે,
"મુરલી" તે જ રાગમાં તારી ગઝલ હું ગાયા કરૂં છું.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)