પૂનમની અજવાળી રાત
પૂનમની અજવાળી રાત
ખુબજ ગજબની આ વાત છે,
તારી સાથે આજે મુલાકાત છે,
રિસાઈને હવે ચાલી જઈશ તો,
મારા માટે અંધારી રાત છે.
હ્રદયના ધબકારા મારા તેજ છે,
રોમ રોમમાં પ્રેમનો થનગનાટ છે,
લાગણી તોડીને ચાલી જઈશ તો,
મારા માટે જીંદગી સૂમશામ છે.
રાતની અતિ સુંદર શરૂઆત છે,
તારાઓની મહેફિલની રંગત છે,
મહેફિલ છોડીને ચાલી જઈશ તો,
મારા માટે વિરહની આગ છે.
તારી વાટ મે દિન રાત જોઈ છે,
નગરની ગલીઓમાં તને શોધી છે,
હવે તુ હ્રદયમાં સમાઈ જા "મુરલી",
પૂનમની અજવાળી રાત છે.
રચના:- ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

