શ્યામનો સરપાવ
શ્યામનો સરપાવ
અંતર અજવાળે,
ને મનડાને વાળે,
દિલમાં ઉમંગને,
ઉછાળે છે..
કોયલ શો શ્યામ મારે
કાળજડે કુંજતો,
ચહેકે જીવનની
ડાળે છે...
અંતરનાં ઓઘ ના,
અંતર સમાતાં,
આંખ્યુમાં શમણાંને
પાળે છે..
અમી રસધારની,
હેલી વરસાવે,
તન-મનને મારાં,
પલાળે છે..
તેજ તણો પુંજ બની,
શામળિયો આવતો.
ભવભવનાં અંધારા,
ખાળે છે..
આઠે પ્હોર નજરુંની સામે એ રહેતો,
નંદીને નિત્ય નિહાળે છે.
