મને ખબર ન રહી કે
મને ખબર ન રહી કે
નજર તારી કાતિલ હતી, જેમાં હું ધાયલ થઈ ગયો,
મને ખબર ન રહી કે, ક્યારે હું દર્દ દીવાનો થઈ ગયો.
ચેહરો તારો સુંદર હતો, જેનાથી હું મોહ પામી ગયો,
મને ખબર ન રહી કે, ક્યારે હું રંગ રસિયો બની ગયો.
હ્રદય તારૂં નાજુક હતું, જેની ધડકન હું સાંભળી ગયો,
મને ખબર ન રહી કે, ક્યારે હું મારો તાલ મેળવી ગયો.
યૌવન તારૂં નિખરતું હતું, જેમાં હું મદહોંશ બની ગયો,
મને ખબર ન રહી કે, ક્યારે હું ભાન-શાન ભૂલી ગયો.
નશો હતો તારા પ્રેમનો "મુરલી", જેમાં હું ખોવાઈ ગયો,
મને ખબર ન રહી કે, ક્યારે હું તારા હ્રદયમાં વસી ગયો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

