મારી પ્રિયતમાનો પ્રભાવ
મારી પ્રિયતમાનો પ્રભાવ


કાતિલ નજરની છે એ, તે મને ઘાયલ બનાવી જાય છે,
તેની સાથે નજર મળી જાય તો, પ્રેમની ભાષા સમજાવે છે.
કોમળ હ્રદયની છે એ, તે મારા હ્રદયની ધડકન વધારે છે,
તેની સાથે તાલ મળી જાય તો, મારા રોમ રોમ લહેરાવે છે.
ગુલાબી અધરોની છે એ, તે મધુર શબ્દાવલી સરકાવે છે,
તેના શબ્દો સંભળાય જાય તો, મારો મન મયૂર ટહૂંકાવે છે.
સુંદરતાની દેવી છે એ, મને રોજ રાત્રે સપનામાં સતાવે છે,
સપનામાં મિલન થઈ જાય તો, મને તેની પાછળ દોડાવે છે.
ચંદ્રની જેવી શિતળ છે એ, મને રાહ ખૂબ જોવડાવે છે,
"મુરલી" તે આવી જાય તો, મને પ્રેમ સરિતામાં વહાવે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)