મિલન માટે દીવાનો
મિલન માટે દીવાનો
ઘણા દિવસો બાદ તું ઘરે આવી રહી છે,
ઘરની દિવાલો તારૂ સામૈયું કરી રહી છે,
મારા મનમાં આનદ અતિ ઉમટી રહ્યો છે.
તને જોઈને સંધ્યા સુહાની બની રહી છે,
કોયલ મધુર પ્રેમનો તરાનો ગાઈ રહી છે,
મન મયૂર થનગનીને કેંકારવ કરી રહ્યો છે.
રાતની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે,
તારાઓની મહેફિલ રંગત લાવી રહી છે.
મારા પ્રેમનો મધુકર ગુંજન કરી રહ્યો છે.
ન રહે તું દૂર, મિલનની તડપ વધી રહી છે,
હ્રદયમાં પ્રેમની શરણાઈ શોર કરી રહી છે,
"મુરલી" મિલન માટે દીવાનો બની રહ્યો છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

