તારા આવવાના એંધાણ
તારા આવવાના એંધાણ
જ્યારે રસ્તામાં સામે તું દેખાય છે,
ત્યારે તને જોઈને કંઈક કંઈક થાય છે,
જો તું મારી અવગણના કરે તો,
મારા હ્રદયના ટુકડા હજાર થાય છે.
જ્યારે મને તારી યાદ આવે છે,
ત્યારે મળવાની તડપ વધી જાય છે,
તારા જ વિચારોમાં ડુબી જાઉં તો,
મનમાં ગમગીની છવાઇ જાય છે.
જ્યારે રાતે સપનામાં તું આવે છે,
ત્યારે રાતની ઊંઘ બગડી જાય છે,
જો તું સપનામાંથી સરકી જાય તો,
મારી આંખોથી આંસું વહી જાય છે.
જ્યારે તારા આવવાનાં એંધાણ મળે છે,
ત્યારે તારાઓ સાથે મહેફિલ યોજાય છે,
તારો ચહેરો મને ચંદ્રમાં જો દેખાય તો,
મારી "મુરલી" માં પ્રેમની તાન રેલાય છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)