નથી છુપાવી શકતો
નથી છુપાવી શકતો
કાગળમાં નજર નાખું તો તારો ચહેરો દેખાય છે,
કલમથી કાગળમાં લખુ તો તારૂં નામ લખાય છે.
હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ,
તારૂં નામ લખતા મારા હ્રદયમાં પ્રેમ ઉભરાય છે.
કંઈક વિચાર કરૂં તો મને તારા વિચારો આવે છે,
તારા મિલન માટે મનમાં અધિરાઈ વઘી જાય છે.
હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ,
તારા વિચારોમાં જ આખી રાત વીતી જાય છે.
આયનામાં નજર નાખું તો નયનોમાં તું દેખાય છે,
હ્રદય પર હાથ રાખું તો ધડકન તારી સંભળાય છે.
હવે હું નથી છુપાવી શકતો આ વાતને ઓ સનમ,
"મુરલી" માં પણ તારી જ પ્રેમ ધુન છેડાઈ જાય છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

