બીતી અણમોલ યાદો
બીતી અણમોલ યાદો
ખભે દફતરનો થેલો,
ઠેકડા મારતી ચાલ,
રસ્તામાં મળી જાય,
દોસ્તારોનો સાથ,
ટોળી થાય મોટી,
ધમાલ મસ્તી સંગ,
ક્યારે આવે નિશાળ,
રહે ન સુધબુધ,
બેલનો ટનટન અવાજ,
નિશાળનો સમય શરૂ,
પ્રાર્થનામાં પણ રહે ન જીવ,
ઝીણી આંખોથી દેખરેખ,
દોસ્તની સાથે મળે જો નજર,
હોઠો પર ઉપસે રમતિયાળ સ્મિત,
શિક્ષક પાછળ ચેનચાળા,
કરડાઈ નજર પડે તો,
નીકળી જાય ગાભા,
નિશાળમાં ધમાલ,
રમતમાં કમાલ,
ભણવામાં એક્કો,
દોસ્તો સંગ બેફિકરો,
બેજવાબદારી, મુક્ત પંખી,
ખિસ્સામાં બોર ને આંબલી,
સીંગ અને ચણા,
રમતાં રમતાં ખાવાની,
કેવી પડે મજા,
શું મજાનું જીવન,
નિર્દોષ હાસ્ય,
માણતું બાળપણ,
બચપન પાછું માંગુ,
મીઠી મધુરી યાદો સાથે,
શાળનો અણમોલ સમય,
યાદોને સહારે.
