STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

તારી ખામોશી અંધારી રાત લાગે

તારી ખામોશી અંધારી રાત લાગે

1 min
184

તારી આ ખામોશી અમાસની અંધારી રાત જેવી લાગે

શબ્દોનો દીપક લઈને આવ

તો થોડું ઉજાસ જેવું લાગે


આ ખામોશી ની ચાદર કેમ ઓઢી તે ?

તારું ચાંદ જેવું આમ કેમ ઉદાસ છે

તું હસ તો થોડું ઉત્સવ જેવું લાગે


સુકાઈ ગયો જાણે આપણા સંબંધનો છોડ

થોડું હેતનું પાણી તો પિવરાવ

તો થોડું વસંત જેવું લાગે


સૂના થયેલા હૈયામાં

આમ ઝાંઝરનો ઝણકાર લઈ ને આવ

તો આ જીવન સંગીત જેવું લાગે


મંઝિલ પણ રિસાઈ ગઈ છે મારાથી

બે ડગલાં સાથે તો ચાલ

હોય તારો સાથ તો આ જીવન જીવન જેવું લાગે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance