STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Romance Classics

3  

PADHARIYA DINESHKUMAR

Romance Classics

વાલમ આજ  ઘેર પધારશે

વાલમ આજ  ઘેર પધારશે

1 min
167

વાલમ મારો ગયો પરદેશ

બેઠી ઝરુખે જોઉં જોને વાટ

વાલમ આજ ઘેર પધારશે


સૂની શેરીઓમાં ગૂજે ભણકારા્

ધીમો ધીમો પગરવ સંભળાય

વાલમ આજ ઘેર પધારશે


આજ આનંદની હેલી, અમ આંગણે

આંગણા લીપાવ્યા, સાથીયા પુરાવ્યા

વાલમ આજ ઘેર પધારશે


ભાતભાતની રંગોળી સજાવી

શેરીએ શેરીએ સાદ પડાવ્યા

વાલમ આજ ઘેર પધારશે


વગડાવી ઢોલ ને શરણાઇ

સોળે શણગાર સજી ચડી ઝરુખે

વાલમ આજ ઘેર પધારશે


વાલમ મારા આવતા દેખાય

ધોડલાના ડાબલા, ધરતી ધ્રુજાવે જોને

વાલમ આજ ઘેર પધારશે


ડમરીઓની ઉડે છે છોળ

અદકેરું કરશું આજે, સ્વાગત તમારુ

વાલમ આજ ઘેર પધારશે


Rate this content
Log in

Similar gujarati poem from Romance