STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Others

ગામડું રડે છે

ગામડું રડે છે

1 min
173

સુંદર સોહામણું મારું ગમતિલું ગામડું આજે રડે છે,

સૌ છોડીને ચાલ્યા શહેરમાં,

આ ગિલ્લી દંડા રમતા બાળકોની યાદમાં,

આ ગામડું રડે છે


ઉભા હતા જ્યાં નળિયાવાળા મકાન

જેસીબી એ લીધી એની સુકાન

બહુમાળી બિલ્ડીંગ બની

આ ગુલાબ ને મોગરાના છોડ દટાયા

આ ચમેલી ને ચંપા ખોવાયા

આ પંખી ઓના મીઠા ટહુકાની યાદમાં

આ ગામડું રડે છે


આ સરોવરની પાળ ને આંબાની ડાળ પર નજર ગઈ

કોન્ટ્રાકટરની પૈસાના મોહમાં કપાયું એ ઝાડ

રડી બધી ડાળીઓ,આ પંખીઓના ઘર વિખેર થયા

આ બાળકોનો શોરબકોર અને

પંખીઓના કલરવને યાદ કરી

આ ગામડું રડે છે


થર થર ધ્રુજે આ ખેતરનો બાજરો

ઘઉં પોંક મૂકીને રોવે છે

આ બળદો તો સાવ સુનમુન છે

આ વડલા ને લીમડા ચોધાર આંસુ એ રડે

આ કૂવો જાણે આંસુઓથી ભરાઈ ગયો

એક ખેડૂત શહેરમાં મોહમાં ખેતર છોડી ગયો

આ ખેડૂતની યાદમાં આ ગામડું રડે છે


આ ગિલ્લી દંડા, આ પકડા પકડી, આ સંતાકૂકડી,

આ ચોર સિપાહી રમતા ભૂલકાં,

ભૂલા પડ્યા શહેરની અટપટી ગલીઓમાં

આ ભૂલકાંની યાદ આ ગામડાને રડાવે છે

આજે ચોધાર આંસુ એ ગામડું રડે છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics