STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

ચાલ ને આ અવતાર ને સાર્થક કરીએ

ચાલ ને આ અવતાર ને સાર્થક કરીએ

1 min
204

ચાલ ને ઉગીએ

કોઈના આંગણમાં લીમડો બની

ભલે હોય કડવો પણ મીઠી છાયા હશે


ગીત ગાતાં પંખી ઑ હશે

હિચકતા બાળકો હશે

લોરી ગાતી માતા હશે


આ કુંડાનો નાનો છોડ બનીને શું કરવું ?

ચાલ ને વટવૃક્ષ વડલો બની જઇએ

વડવાઈ પર બાળકો ઝુલશે


પ્રાણી ઓ છાયડે બેસી વાગોળશે

વટેમાર્ગુ પણ અહી આરામ કરશે

પંખીઓ માળા બાંધશે, કિલ્લોલ કરશે

જાણે સંગીત સભા ભરશે


ચાલ ને આ મિઠો આંબો બની જઇએ

બાળકની સંતાકૂકડીનું સ્થાન બની જઇએ

આંબો મહોરે ને કોયલ ગીત ગાશે


વસંતના વધામણા લઈને એ આવશે

ચાલને મીઠી કેરી નું લોકો ને દાન કરીએ

ચાલ ને વટ વૃક્ષ થઈ આ વરસાદ ને નોતરિએ


કુંડાના છોડ થઈ ને શું કરવું ?

ચાલ ને વટ વૃક્ષ બનીએ

મળ્યો છે મનખા અવતાર

તો કંઇક સાર્થક કરીએ


ચાલ ને જીવનમાં લોકોને

કઈક ઉપયોગી થાઈએ

ચાલ ને ઉગીએ

કોઈના આંગણમાં લીમડો બની



Rate this content
Log in

Similar gujarati poem from Classics