STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

યાદગાર બનાવી લે આ સફર

યાદગાર બનાવી લે આ સફર

1 min
208

સૂરજ કરે આ પૂર્વથી પશ્ચિમની સફર

આપે સોનેરી પ્રકાશ ને ધરતીને ઉજાળે

આ ચંદ્ર કરે પૂરી રાત ની સફર

ગગન ને ચમકાવેગાઢ અંધકાર માંકરે પ્રકાશની લ્હાણી


આ વર્ષા કરે ધરતીની સફર

લીલી ચાદર પાથરીને આ ધરતીનું હૈયું ઠારે

આ વસંત કરે બાગની સફર

ધરતી પરજન્નત લાવે


ફૂલોને મહેકાવે પંખીઓને ચહેકાવે

માનવીનું મો મલકાવે

યાદગાર સફર બનાવે


આ ઝરણું કરે સરિતાથી સમંદર સુધીની સફર

આપે મીઠું જળને સંતૃપ્ત કરે

ઝાડ, ફળ ફૂલ ને આપે જીવન


ફૂલ પણ કરે નાનકડી સફર

સવારે ખીલે સાંજે કરમાય

તોયે જીવન મહેકાવી જાય


તું તો ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન

બનાવ તારી આ જીવનની સફરને

યાદગાર ને સફળ


મૃત્યુ પછી પણ ચાલુ રહે લોકોના દિલમાં,

તારી યાદોની સફર


મહામૂલું રત્ન છે આ જીવન

ઉજવી લે એને બનાવી અવસર

ખૂબ સુરત બની જશે આ જીવન  ડગર

યાદગાર બની જશે આ જીવન સફર


Rate this content
Log in

Similar gujarati poem from Classics